પોલીસ-સેના જ્યારે નારા લગાવે તો સમજી લો કે કાળી કરતૂત છૂપાવી રહ્યાં છે: કોંગ્રેસના નેતા 

દીક્ષિતે કહ્યું કે જે સંસ્થાઓ જેટલી ભ્રષ્ટ હોય, તેટલું જ તેઓ રાષ્ટ્રવાદની વાતો કરતી હોય છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે સેના (Army) અને પોલીસ (Police) જ્યારે નારા લગાવે ત્યારે સમજી લો કે કાળી કરતૂતો છૂપાવી રહ્યાં છે.

પોલીસ-સેના જ્યારે નારા લગાવે તો સમજી લો કે કાળી કરતૂત છૂપાવી રહ્યાં છે: કોંગ્રેસના નેતા 

નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) ના નેતા સંદીપ દીક્ષિતે (Sandeep Dikshit)  પોલીસ અને સેનાને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. દીક્ષિતે કહ્યું કે જે સંસ્થાઓ જેટલી ભ્રષ્ટ હોય, તેટલું જ તેઓ રાષ્ટ્રવાદની વાતો કરતી હોય છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે સેના (Army) અને પોલીસ (Police) જ્યારે નારા લગાવે ત્યારે સમજી લો કે કાળી કરતૂતો છૂપાવી રહ્યાં છે. તેમણે કહ્યું કે દેશની અડધા કરતા વધુ પોલીસ ભ્રષ્ટ છે.

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં કલમ 144 લાગુ કરવા પર  તેમણે કહ્યું કે દરેક જગ્યાએ કલમ 144 લાગુ છે, યુવા વર્ગ ક્યાં વિરોધ કરશે. જબરદસ્તીથી એક સામાજિક આંદોલનને રાજકીય આંદોલન બનાવી દેવાયું. સીએએ  નાગરિકતા સંશોધન કાયદો (citizenship amendment act 2019) વિરુદ્ધ થયેલા વિરોધ પ્રદર્શન પર તેમણે કહ્યું કે 1973-74માં જ્યારે ગુજરાતમાં બસો બળી તો તે જનહિતમાં હતી? પહેલા તમારા કામનો તો હિસાબ આપો!

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે સંદીપ દીક્ષિત આ અગાઉ પણ આપત્તિજનક નિવેદનો આપી ચૂક્યા છે. થોડા વર્ષો પહેલા તેમણે આર્મી ચીફ જનરલ બિપિન રાવતને 'રસ્તા પરના ગુંડા' કહી દીધા હતાં. સંદીપ દીક્ષિતના આ નિવેદન પર ખુબ હોબાળો મચ્યો હતો અને ત્યારબાદ તેમણે માફી માંગવી પડી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news